Tuesday 25 June 2013

દોઢ કરોડની ઉત્તરવહીઓનું કૌભાંડ

http://www.youtube.com/watch?v=kCOiZmGn7eM&feature=c4-overview&list=UUMX41X1am8oYxT336dqk4sA
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આદેશ પાલ સતત વિવાદમાં છે.ત્યારે યુનિવર્સિટીનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે.યુનિવર્સિટીમાં $ દોઢ કરોડની ઉત્તરવહીઓનું કૌભાંડ સામે આવ્યુ છે.કુલપતિ આદેશ પાલે યુનિવર્સિટીના પ્રેસ મેનેજર અને પોતાની બનાવેલી ફાઈનાન્સિયલ એડવાઈઝરી કમિટી અને પૂર્વ ઈન્ચાર્જ રજિસ્ટ્રારને ઉત્તરવહીઓ છાપવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

કુલપતિ આદેશપાલે 13 ડિસેમ્બર 2012ના રોજ કોન્ફીસેક કંપનીને $ દોઢ કરોડનો ઉત્તરવહી છાપવાનો કોન્ટ્રાક્ટ આપવાની ભલામણ કરી ગેરરીતિ કર્યાનો આક્ષેપ થયો છે.કોન્ફીસેક કંપનીનો પ્રશ્નપત્ર છાપવાનો કોન્ટ્રાક્ટ 31 ડિસેમ્બર 2012ના રોજ પુરો થતો હતો. પરંતુ આદેશ પાલે બનાવેલી ફાઈનાન્સિયલ એડવાઈઝરી કમિટી પાસે સિન્ડિકેટને ભલામણ કરાવી કે ઉત્તરવહી છપાવાનો કોન્ટ્રાક્ટ વધુ એક વર્ષ એટલે કે 1 જાન્યુઆરી 2013થી 31 ડિસેમ્બર 2013 સુધી જુના ભાવે લંબાવવામાં આવે. 

સિન્ડિકેટ સભ્ય હિમાંશુ પટેલે આક્ષેપ કર્યો છે કે ટેન્ડર વીના કોન્ફીસેક કંપનીને આપતા ખાનગી ઈજારેદારને $ દોઢ કરોડનો ફાયદો થયો છે, અને યુનિવર્સિટીને કરોડોનું નુકશાન થયું છે.મહત્વનું છે કે યુનિવર્સિટીના પ્રેસ મેનેજરે પૂર્વ કુલપતિ પરિમલ ત્રિવેદી સામે 2010માં પોલીસ ફરીયાદ કરી હતી કે 2004થી 2006 સુધી તમામ ઉત્તરવહીઓ યુનિવર્સિટીના પ્રેસમાં 60 લાખના ખર્ચે છપાતી હતી. પરંતુ ઉત્તરવહીઓ અન્ય છપાવતા $ સાડા નવ કરોડનો ખર્ચ થાય છે.  આદેશ પાલે આપેલા કોન્ટ્રાક્ટમા પ્રેસ મેનેજર આ કોન્ટ્રાક્ટ કોન્ફીસેકને આપવાની સંમતી આપી કૌભાંડમાં સામેલ હોવાનો આક્ષેપ થયો છે. પ્રેસ મેનેજરે પ્રદિપ પ્રજાપતિની દોરવણીમાં પૂર્વ કુલપતિ પરિમલ ત્રિવેદી સામે ફરિયાદ કરી હતી.  

લોકલ ફંડે પોતાના રીપોર્ટમાં પ્રશ્નપત્રો યુનિવર્સિટીની  પ્રેસમાં છપાવવા જાણ કરેલી છે.આ વાત યુનિવર્સિટીના પ્રેસ મેનેજરે જ કહી હતી. ફાયનાન્સ કમિટી કે સિન્ડિકેટની મંજુરી વગર યુનિવર્સિટીનું પ્રેસ હોવા છતાં યુનિવર્સિટીના નિયમોનું ઉલંઘન કરીને ટેન્ડર પ્રક્રિયા વીના કરવામાં આવેલા આ કરારમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. પ્રદિપ પ્રજાપતિએ પણ આ અંગે પૂર્વ કુલપતિ સામે પોલીસ કેસ કરેલો છે. તો અત્યારે કેમ બધી કાર્યવાહીઓ પ્રદિપ પ્રજાપતિને કાયદેસર કેમ લાગે છે તે પણ એક સવાલ છે. 

No comments:

Post a Comment