Wednesday 18 September 2013

મહાભારતના ધ્રુષ્ટ્રાસ્ટ + શકુની + દુર્યોધન = નરેન્દ્ર મોદી

મહાભારતની કથા સાંભળતા સાંભળતા વિચાર આવ્યો ભાજપની કથા સંભળાવવાનો.મહાભારતની કથાના પાત્રો સાથે ભાજપની કથાના પાત્રોની સરખામણી કરી તો સમજાયું કે આ મોદીનું મહાભારત જ છે.શરૂઆત મહાભારતના સમયથી કરીશ..તો ચાલો સંભાળીએ મોદીનું મહાભારત......
          હું એક કવિ છું અને વાસ્તવિકતાને ચારેય આયામો થી જોય સકું છું.હું એક દર્પણ છું, પણ લોકો આ દર્પણ જોવાનું ભૂલી ગયા છે. એજ કારણ છે કે તેમને વાસ્તવિકતા સપાટ દેખાય છે, ઊંડી દેખાય છે અને એટલા માટે લોકો તેની વ્યાખ્યા કરવા માંગે છે, તેના પર ટીપ્પણી કરવા માંગે છે.કેમ કે વાસ્તવિકતાને સમજી શકે.પણ મારા માટે આવું કરવું જરૂરી નથી. હું મહાભારતની સંઘર્ષ કથા સંભળાવું છું, સમજાવતો નથી. કેમ કે આ કહાની દરેક લોકોને પોતાના સમય માં અલગ અલગ રીતે સમજવી પડશે.હા જો હું ભાગ્યનો માર્ગ હોત તો બની સકત કે હું કઈક બતાવવા નો પ્રયત્ન કરત.પણ હું કર્મમ નો માર્ગ છું.તો કર્મ માં બતાવવું શું અને ના બતાવવું શું???
         ગાંધાર નરેશ શકુનીએ પુરોચન સાથે સાંઠ ગાંઠ કરીને એક છડ્યંત્ર રચ્યું, અને શકુની સફળ પણ થઇ ગયો.તેવી જ રીતે મોદીએ પણ ભાજપ પ્રમુખ રાજનાથસિંહ સાથે મળી છડ્યંત્ર રચ્યું.જેમાં મોદી ગોવા બાદ દિલ્હીમાં પણ સફળ સાબિત થયા.શકુનીયે દુર્યોધન અને કરણ જેવા મહાવીરોને પણ છડ્યંત્રકારી બનાવી દીધા હતા તો મોદીએ રાજનાથ અને ગડકરીને છડ્યંત્રકારી બનાવી દીધા.મહાભારતના આ છડ્યંત્ર પર કોઈ ટીપ્પણીની આનાથી વધારે શું જરૂર છે કે હું ફક્ત શકુનીના કર્મોનો માર્ગ નથી, કેમ કે શકુનીના માર્ગ પર બીજા પણ ચાલે છે.એટલે કથા સાંભળો અને ટીપ્પણીની માયાજાળમાં ના પડો.યુધિષ્ઠિર પાંડવોની કામચલાઉ થયેલી રાજધાની વારણાવત જવાનો છે એ વાત પાક્કી થઇ ગઈ છે.તેમ મોદીએ પણ અડવાણીને વારણાવત પર જવા મજબુર કર્યા.પણ ફક્ત યુધીષ્ઠીરના જવાથી શકુનીનું કામ સીધું નહિ થાય. પ્રશ્ન એ છે કે બાકી ચાર પાંડવો અને કુંતીનું શું કરવામાં આવે????તો મોદી માટે પણ ફક્ત અડવાણીના જવાથી કામ પાર નહિ પડે.મોદી માટે અડવાણીની સાથે મુરલીમનોહર જોશી, જશવંતસિંહ, રવિશંકર પ્રસાદ અને શત્રુઘ્નસિંહા અને સુષ્મા સ્વરાજ પણ પડકારરૂપ છે.અને અડવાની સાથે આ બધાંને વારણાવત પર કેવી રીતે મોકલવા તેની મોદી તૈયારી કરી રહ્યા છે.
           તો હવે સવાલ એ થાય કે અડવાણીએ મોદીના વખાણ કરીને કઈ વિદુરનીતિ અપનાવી છે.મહાભારતની કથામાં ખનિકે યુધિષ્ઠિરને માત્ર એક ઉંદર જ ભેંટ નહોતો કર્યો .ખનિકે તે ઉંદર દાનમાં છુપાવીને વિદુરનીતિ ભેંટ કરી હતી.સાયદ વાજપાયીએ અડવાણીને કોઈ વિદુરનીતિ ભેંટ કરી હોય તેવું બની શકે.કેમ કે સફળતાનો માર્ગ ક્યારેક ક્યારેક ધરતીની અંદર પણ વહેતો હોય છે.મોદી ભલે છળકપટ કરીને PMના ઉમેદવાર બની ગયા હોય.પણ છળકપટ નિશ્રય વીરોને શોભા નથી દેતું.પણ એ જરૂરી છે કે રહસ્યની વાત માત્ર વિશ્વાસપાત્રને  બતાવવી જોઈએ.તો ખનિક દ્વારા વિદુરે એ સંદેશો મોકલ્યો કે આ વ્યક્તિ જે સામે ઉભો છે તે ઉંદરની જેમ તેમના દાંતથી ધરતીને ખોદીને લાક્ષાગૃહમાંથી બહાર નીકળવાનો રસ્તો બનાવશે.અને તમે ચુપ ચાપ નીકળી જજો.અને છડ્યંત્રકારીઓને એજ વિચારવા દેશો કે તે સફળ થઇ ગયા.આ સફળતાનો નશો તેમને સુવડાવી દેશે.અને તમે તેમનાથી દુર નીકળી શકશો, એ જ તમારી સફળતાનો માર્ગ છે.એટલે ખાનિકને આજ્ઞા આપો કે ધરતીમાંથી રસ્તો કરવાનું કામ શરું કરે.કદાચ અડવાણી મોદીને સફળતાના નશામાં રાખીને કોઈ વિદુરનીતિનો ઉપયોગ કરી શકે છે.અને મોદીની સામે નહિ તો ધરતીની અંદરથી કોઈ રસ્તો કરવા અડવાણી મથામણ કરી રહ્યા છે.પરંતુ અડવાણી પોતાનું રહસ્ય કોઈની પાસે ખોલશે તે સવાલ છે.કારણ કે હવે ભાજપમાં અડવાણી માટે કોઈ વિશ્વાસપાત્ર માણસ છે કે નહિ તે પણ એક સવાલ છે.ત્યારે અડવાણી લાક્ષાગૃહમાંથી બહાર નીકળવાનો રસ્તો કેમ બનાવશે તે એક રહસ્ય છે.
              મહાભારતમાં હસ્તિનાપુરના રાજ પરિવારમાં જે બન્યું હતું તે આજે ભાજપના કુટુંબમાં બની રહ્યું છે.ધ્રુષ્ટ્રાસ્ટની ઉચ્ચ આકાંક્ષા કુરુક્ષેત્રના મેદાન સુધી લઇ ગઈ.તેમ મોદીની ઉચ્ચ આકાંક્ષા ભાજપને  કુરુક્ષેત્રના મેદાન સુધી લઇ જશે ખરી?? મહાભારતમાં રાજનીતિ બે પ્રકારની હોય છે તેમ કેહવામાં આવ્યું છે.જેમાં એકનો આધાર પૈસા છે તો બીજીનો આધાર સત્યતા, એક રાજાના વ્યક્તિગત હિતોને અધીન હોય છે તો બીજી રાષ્ટ્રીય હિતોને અધીન હોય છે.એકનું લક્ષ્ય સિંહાસન પર બેઠું રહવાનું છે લ બીજીનું લક્ષ્ય જનસમુદાયના હદયમાં ઘર કરવું.ભાજપમાંથી રાજનીતિના આ બંને રસ્તાઓ નીકળી રહ્યા છે.મોદી રાજનાથની આંગળી પકડીને પહેલા રસ્તા પર ચાલી રહ્યા છે તો અડવાણી સંઘ-વાજ્પાયેની આંગળી પકડીને બીજા રસ્તા પર ચાલી રહ્યા છે.
             ૨૦૧૪મા લોકસભાના કુરુક્ષેત્રમાં લડાઈ ભાજપની જ છે.૨૦૧૪મા એ નક્કી થઇ જશે કે ભાજપમાંથી નીકળતા રાજનીતિના બે રસ્તાઓમાંથી કયો રસ્તો સાચો છે?કેમ કે મોદીના મહાભારતમાં કોઈ કૃષ્ણની ભૂમિકા નિભાવનાર નથી.નરેન્દ્ર મોદી ૨૦૧૪ના નશામાં સારથી વગરનો રથ લઈને જ નીકળી પડ્યા છે.તો અડવાણીને કોઈ સારથી મળતો નથી.ભાજપના ભીષ્મપિતામહ વાજપેયી પથારી વશ પડ્યા છે.ત્યારે મોદીનું મહાભારત કુરુક્ષેત્રના મેદાનમાં વિચારધારાને ટક્કર આપશે કે પછી કોંગ્રેસને.કારણ કે મોદીના મહાભારતમાં લડાઈ ભાજપની જ છે......