Tuesday 25 June 2013

દોઢ કરોડની ઉત્તરવહીઓનું કૌભાંડ

http://www.youtube.com/watch?v=kCOiZmGn7eM&feature=c4-overview&list=UUMX41X1am8oYxT336dqk4sA
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આદેશ પાલ સતત વિવાદમાં છે.ત્યારે યુનિવર્સિટીનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે.યુનિવર્સિટીમાં $ દોઢ કરોડની ઉત્તરવહીઓનું કૌભાંડ સામે આવ્યુ છે.કુલપતિ આદેશ પાલે યુનિવર્સિટીના પ્રેસ મેનેજર અને પોતાની બનાવેલી ફાઈનાન્સિયલ એડવાઈઝરી કમિટી અને પૂર્વ ઈન્ચાર્જ રજિસ્ટ્રારને ઉત્તરવહીઓ છાપવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

કુલપતિ આદેશપાલે 13 ડિસેમ્બર 2012ના રોજ કોન્ફીસેક કંપનીને $ દોઢ કરોડનો ઉત્તરવહી છાપવાનો કોન્ટ્રાક્ટ આપવાની ભલામણ કરી ગેરરીતિ કર્યાનો આક્ષેપ થયો છે.કોન્ફીસેક કંપનીનો પ્રશ્નપત્ર છાપવાનો કોન્ટ્રાક્ટ 31 ડિસેમ્બર 2012ના રોજ પુરો થતો હતો. પરંતુ આદેશ પાલે બનાવેલી ફાઈનાન્સિયલ એડવાઈઝરી કમિટી પાસે સિન્ડિકેટને ભલામણ કરાવી કે ઉત્તરવહી છપાવાનો કોન્ટ્રાક્ટ વધુ એક વર્ષ એટલે કે 1 જાન્યુઆરી 2013થી 31 ડિસેમ્બર 2013 સુધી જુના ભાવે લંબાવવામાં આવે. 

સિન્ડિકેટ સભ્ય હિમાંશુ પટેલે આક્ષેપ કર્યો છે કે ટેન્ડર વીના કોન્ફીસેક કંપનીને આપતા ખાનગી ઈજારેદારને $ દોઢ કરોડનો ફાયદો થયો છે, અને યુનિવર્સિટીને કરોડોનું નુકશાન થયું છે.મહત્વનું છે કે યુનિવર્સિટીના પ્રેસ મેનેજરે પૂર્વ કુલપતિ પરિમલ ત્રિવેદી સામે 2010માં પોલીસ ફરીયાદ કરી હતી કે 2004થી 2006 સુધી તમામ ઉત્તરવહીઓ યુનિવર્સિટીના પ્રેસમાં 60 લાખના ખર્ચે છપાતી હતી. પરંતુ ઉત્તરવહીઓ અન્ય છપાવતા $ સાડા નવ કરોડનો ખર્ચ થાય છે.  આદેશ પાલે આપેલા કોન્ટ્રાક્ટમા પ્રેસ મેનેજર આ કોન્ટ્રાક્ટ કોન્ફીસેકને આપવાની સંમતી આપી કૌભાંડમાં સામેલ હોવાનો આક્ષેપ થયો છે. પ્રેસ મેનેજરે પ્રદિપ પ્રજાપતિની દોરવણીમાં પૂર્વ કુલપતિ પરિમલ ત્રિવેદી સામે ફરિયાદ કરી હતી.  

લોકલ ફંડે પોતાના રીપોર્ટમાં પ્રશ્નપત્રો યુનિવર્સિટીની  પ્રેસમાં છપાવવા જાણ કરેલી છે.આ વાત યુનિવર્સિટીના પ્રેસ મેનેજરે જ કહી હતી. ફાયનાન્સ કમિટી કે સિન્ડિકેટની મંજુરી વગર યુનિવર્સિટીનું પ્રેસ હોવા છતાં યુનિવર્સિટીના નિયમોનું ઉલંઘન કરીને ટેન્ડર પ્રક્રિયા વીના કરવામાં આવેલા આ કરારમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. પ્રદિપ પ્રજાપતિએ પણ આ અંગે પૂર્વ કુલપતિ સામે પોલીસ કેસ કરેલો છે. તો અત્યારે કેમ બધી કાર્યવાહીઓ પ્રદિપ પ્રજાપતિને કાયદેસર કેમ લાગે છે તે પણ એક સવાલ છે. 

Saturday 22 June 2013

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ફરી વિવાદમાં




ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ફરી વિવાદમાં સપડાયા છે. કુલપતિ સામે આક્ષેપ છે કે એમણે શ્રી કમ્પ્યુટર કંપનીને લાભ કરાવ્યો છે. કંપની સાથે સાઠગાંઠ કરી 55 લાખનો બારકોડ પ્રોસેસિંગનો કોન્ટ્રાક્ટ આપતા કુલપતિએ વિવાદ વહોર્યો છે.  
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આદેશ પાલે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ મૂકાયો છે. આદેશ પાલે ખાનગી ઈજારેદાર શ્રી કોમ્પ્યુટરને ટેન્ડરે કે નિયમ વિના જ 50 લાખ બારકોડ સ્ટીકર છાપવાનો કોન્ટ્રાકટ આપ્યો છે. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય હિમાંશુ પટેલે આક્ષેપ કર્યો છે કે આદેશ પાલે શ્રી કોમ્પ્યુટરને લાભ કરાવી આપી પોતે કમિશન મેળવી ભ્રષ્ટાચાર કર્યો છે.

શ્રી કોમ્પ્યુટરને 11 ફેબ્રુઆરી 2011ની સિન્ડિકેટની મંજુરીથી પ્રથમ તબક્કામાં 1 માર્ચ 2011થી 29 ફેબ્રુઆરી 2012 સુધી બારકોડ સ્ટીકર છાપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. 14 ફેબ્રુઆરી 2013ના રોજ આદેશ પાલે રચેલી નિયમ વિરૂધ્ધની ફાયનાન્સ એડવાઈઝરી કમીટીમાં ભલામણો કરાઈ. કે શ્રી કોમપ્યુટરની કામગીરી સંતોષકારક છે. સમયનો અભાવ હોવાનું જણાવી શ્રી કોમપ્યુટરને 1 માર્ચ 2013થી 28 ફેબ્રુઆરી 2014 સુધી બારકોડ પ્રોસેશસગનો કોન્ટ્રાક્ટ આપવાની ભલામણ કમિટી પાસે ભલામણ કરાઈ. અને તે પણ અગાઉના વર્ષના ભાવ અને શરતો પ્રમાણે જ.. 

આ ભલામણના આધારે આદેશ પાલે યુનિવર્સિટીના સ્ટેસ્યુટ 11/4 હેઠળ શ્રી કોમ્પ્યુટરને 55 લાખનો કોન્ટ્રાક્ટ આપી દીધો. આદેશ પાલે ફાયનાન્સ કમિટી કે સિન્ડિકેટની મંજુરી સિવાય અંગત લાભ માટે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ સમગ્ર કૌભાંડ મુદ્દે તપાસ કરવામાં આવે તે માટે રાજ્યપાલ સુધી રજૂઆત કરવામાં આવશે. અને જરૂર પડયે પોલીસ ફરિયાદ કરવાની પણ સિન્ડિકેટ સભ્યે ચીમકી ઉચ્ચારી છે.

Thursday 20 June 2013

क्या २०१४ में मोदी बनाम राहुल होगा???

देश की सभी राजनैतिक पार्टिया २०१४ की लोक सभा चुनाव की तयारी में लगी है.देश का सबसे बड़ा विपक्षीय दल भाजपा हिंदुत्व के आधार पर लोकसभा का चुनाव जितने की मन चाही कोशिशे कर रही है.भाजपा ने २०१४ के चुनाव में PM के उम्मीदवार के तोर पर नरेन्द्र मोदी को आगे कर रही है.इधर कोंग्रेस भी मोदी के सामने राहुल बाबा को आगे कर रही है.लेकिन दोनों पार्टिया खुलकर अपने उम्मीदवारों की घोषणा नहीं कर रहें है.क्या २०१४ का चुनाव मोदी बनाम राहुल होगा???

देश की राजनीति को देखते हुए ये मुकाबला मोदी बनाम राहुल नहीं होंगा.क्यू की कश्मीर से लेके कन्याकुमारी तक अनेक राजनैतिक दल है.जो लोकसभा चुनाव में महत्वपूर्ण भूमिका में है.कोंग्रेस और भाजपा दोनों के खिलाफ "एंटी इन्कम्बंसी" है.कोंग्रेस के सामने महंगाई, भ्रष्टाचार और प्रशाशनिक चुनोतिया है.तो भाजपा के सामने मोदी को लेकर पार्टी का आतंरिक विरोध और दो खेमे में बँटी भाजपा को एक करने की चुनोती है.ऐसे में भाजपा मोदी को आगे करना नहीं चाहती और कोंग्रेस राहुल को  आगे नहीं कर रही है.क्यू की अगर मोदी को आगे करके भाजपा चुनाव हर जाती तो मोदी का पोलिटिकल करियर ख़तम हो जायेगा.और कोंग्रेस राहुल को आगे कर के चुनाव हारेगी तो राजकुवर का करियर ख़तम हो जायेगा.यानि की दोनों पार्टिया अपने अपने वजीर को बचा कर रखना चाहती है और वजीर के दम पर चुनाव भी जितना चाहती है.

सबको मालूम है की अगर भाजपा २७२ का जादुई आंकड़ा हांसिल कर लेगी तो PM का उम्मीदवार मोदी ही होगा.और भाजपा मोदी के नाम को लेकर अब पीछे हटना नहीं छाहती.दूसरी और मनमोहनसिंह ने इशारा कर दिया है की राहुल गाँधी PM की जिमेदारी ले शकते है.ऐसे में आतंरिक तोर पर २०१४ की लड़ाई मोदी बनाम राहुल है.लेकिन दोनों पार्टिया चुनाव के चित्र सामने नहीं आएगा तब तक अपना उम्मीदवार खुलकर सामने नहीं रखेंगे.जब NDA का गठन हुवा था तब NDA में २४ घटक दल थे.आज NDA में २४ में से २ घटक दल बचे है.ऐसे में भाजपा के लिए २७२ का जादुई आंकड़ा हांसिल करने में बहुत मुश्किलें है.कोंग्रेस भी घटक दल की खोज में है.देश के सबसे बड़े घटक दल BSP, JDU, SP, RJD, TMC, BJD चुनाव के पहले UPA या NDA में नहीं जुड़ेंगे.ये सब दल चुनाव के बाद किस तरफ जाना है वो तय करेंगे.चुनाव के बाद जिसके पास ज्यादा सीटे होंगी उसके साथ ये दल जायेंगे.

अब हम २०१४ में भाजपा, कोंग्रेस और स्थानिक दलों को स्टेट वाइज कितनी सीटे मिल शकेंगी उसका विश्लेषण करेंगे.उसके लिए आप मेरा ब्लॉग को देखते रहें.

Wednesday 19 June 2013

मोदी गुजरात के किसानो की चिंता करे

नरेद्र मोदी को ये कौन समजायेगा की वो दिल्ही की चिंता छोड़ कर गुजरात के किसानो की चिंता करे.मोदी के सामने कल सुरेन्द्रनगर और पाटन के किसानो ने हांसलपुर SIR के विरोध में गांधीनगर तक ट्रेक्टर रेली नीकाली.लेकिन मोदी को किसानो की चिंता नहीं है.किसान गांधीनगर में अपनी जमीन के लिए लड़ रहे थे और मोदी दिल्ही में आडवानी के साथ गुपचुप कर रहे थे.मोदी बिहार की चिंता कर रहे है, मोदी up की चिंता कर रहे है, मोदी राजस्थान की चिंता कर रहे है लेकिन उनको गुजरात के किसानो की चिंता क्यों नहीं होती.तिन लाख बीघा खेतो की जमीन मोदीने SIR में सम्पादित कर दी.जिसके सामने किसान अपना विरोध जता रहे है और SIR हटाने की बात कर रहे है, SIR नहीं हटायेगे तो सरकार हटाने का किसानो ने फेंसला कर लिया है.बात ये है की अहमदाबाद, सुरेंद्रनगर, पाटन और मेहसाणा जिले के 70 गांवों में 50.884 हेक्टेयर जमीन को बहुचराजी-मांडल में सरकार ने विशेष निवेश रीजन की अधिसूचना प्रकाशित करके रातोंरात भाजपा विधायकों, मंत्रियों और भाजपा पदाधिकारिओं की मिलीभगत से किसानों की जमीन पर सस्ते दाम खरीद, करोड़ों डॉलर कमाने के लिए ""सर"" का लेबल चिपकाने का खेल होने का दावा खुले तौर पर किया जा रहा है. पिछले दो - तीन साल से गृह राज्य मंत्री रजनी पटेल, मांडल के विधायक रह चुके प्रागजीभई पटेल, कमाभई राठोड आदि नेताओं ने मेलमिलाप में छोटे गरीब किसानों से उनकी महेंगी जमीन सस्ते दामों में खरीद ली थी. भाजपा महासचिव शंकर चौधरीने भी किसानो को अँधेरे में रखकर पाटन और सूरत भाजपा विधायकों, उच्च पदाधिकारिओं के साथ मिलजुल कर जमीनें खरीदकर किसानों को ठगा है. कुछ स्थानीय किसानों के पास भूमि बची है और वे अभी भी अपनी जिम खेती के सिवा किसी को देने के लिए नहीं राजी नहीं है. फिर भी भाजपा के पदाधिकारी, मंत्रिओं और विधायकों के मेलमिलाप में गरीब किसानों को परेशान किया जा रहा है.किसान जमीन देने को तैयार नहीं है और मोदी के मंत्री और विधायक कसानो को सुनने के लिए तैयार नहीं है.किसानो ने तय कर लिया है की वो मरते दम तक इसका विरोध करेंगे और SIR  नहीं होने देंगे.सायद मोदी को इन किसानो की चिंता नहीं है.मोदी को दिल्ही की चिंता है.

Tuesday 18 June 2013

જાન દેંગે, જમીન નહીં, મહુવા સત્યાગ્રહ - એક નજર, ડોળિયાથી ગાંધીનગર ૩૫૦ કિલોમીટરની પેસેન્જર યાત્રા



૩ માર્ચ 2012 ડોળિયાથી પ્રસ્થાન. અનેક મુશ્કેલીઓ વચ્ચે ૧૭ માર્ચે ગાંધીનગર સચિવાલયે પહોંચ્યા.

મહુવા તાલુકાના ૧૩૫થી વધુ ગામોના ૫૦૦૦થી વધારે ખેડૂત ભાઈ-બહેનો જોડાયા

જેમાં અસરગ્રસ્ત નવ ગામોના લોકો ઘરે તાળા મારીને બાળકો-વૃધ્ધો સહીત રસ્તા પર નીકળી પડ્યા.

 બે વર્ષથી ચાલી રહેલા અહિંસક આંદોલનના મળવા જેવા મહિલા ક્રાંતિકારી કડવીબેન 

બોર્ડની પરીક્ષા તો આવતા વર્ષે આવશે પણ ગયેલી જમીન નહીં આવે.
 
મોદીથી થાકેલો મોતી,મહુવા સત્યાગ્રહમાં ખેડૂતોની સાથે જોડાયેલો દેશી કૂતરો મોતિયો

એભાઈ......અમારું પણ કંઈક કરજો હો.......

 આહા!!! કેટલી નિર્દોષતા વચ્ચે પણ આક્રોશ 
સમાયેલો દેખાય છે.

 સો વાતનીએક જ વાત,જાન દેંગે, જમીન નહીં

મહુવા પદયાત્રામાં પરંપરાગત પહેરવેશથી સજ્જ રાજસ્થાની યુવતીઓને કેમેરામાં કેદ કરતા ફોરેનર.
 
એ હાલો ગાંધીનગર

 જમીન તો રહી નથી, 
હવે સુ કામનું જેસીબી!!!

ઐસા દેશ હે મેરા...........
ઇસમે ગુજરાત હે કહાઁ........
...

હાથમાં લાકડી.....પછી આગળ સમજી શકાય છે.
એ ઉભા રે'જો ........જરાક બેટરી ભરી લઉં.......

હા'તી અમેય નિહાઈરમાં રાજા પાળીને આઇવા હો.....

આયા મોસમ ઠંડે ઠંડે તરબૂચ ખાને કા.....
અને છેલ્લે

ગામની જમીન ગામની, સરકારની નહીં.જાન દેંગે, જમીન નહીં
તો મિત્રો આ જલક હતી સરકાર અને ઉદ્યોગ સામે લડી રહેલા મહુવા તાલુકાના ખેડૂત ભાઈ-બહેનોની. મહુવા તાલુકાના નવ ગામોની જમીન સરકારે જમીનમાં રહેલા ચૂનાના પત્થર ખોદવા માટે નીરમાં સિમેન્ટ કંપનીને ખેડૂતોને પૂછ્યા વિના જ આપી દીધી. તેની સામે ત્યાના ખેડૂતો છેલ્લા બે વર્ષથી ગાંધી ચિંધ્યા માર્ગે જળ, જમીન અને જંગલ બચાવો સત્યાગ્રહ ચલાવી રહ્યા છે. અને આ સત્યાગ્રહ ગુજરાતના ખેડૂતોને હંમેશા પોતાના અધિકારો માટે લડવાની હિંમત પૂરી પડશે.
એક નજર આ તરફ પણ....





 મોદીએ આપેલા જવાબો પરથી તમને નથી લાગતું કે મોદીને જ હટાવવાની જરૂર છે એવું.......
અહેવાલ સંકલન દિપેન પઢિયાર

Monday 17 June 2013

ગુજરાતીઓ અંગ્રેજી નથી બોલી શકતા-સામ પિત્રોડા

ગુજરાતમાં નરેન્દ્ર મોદીના શાસનમાં શિક્ષણ ક્ષેત્રે  અનેક સિદ્ધિઓ હાંસલ કરી હોવાના ગાણા ગવાય રહ્યા છે.ત્યારે બીજી તરફ સામ પીત્રોડાયે કહ્યું કે નોલેજ કમિશનના રીપોર્ટ મુજબ ગુજરાતની યુનીવર્સીટીઓનું સ્ટાન્ડર્ડ સારું નથી.ગુજરાતમાં હાયર એજ્યુકેશન સિસ્ટમને ઈમ્પ્રુવ કરવાની જરૂર છે.ગુજરાતી છોકરાઓ અંગ્રેજી ના બોલી શકે તે કેમ ચાલે.આ શબ્દો હતા સામ પિત્રોડાના જેને આપની એજ્યુકેશન સિસ્ટમને ખુલ્લી પડી દીધી.વધુમાં તેમણે કહ્યું કે આપને જોબ નથી કરવાની પણ જોબનું સર્જન કરવાનું છે.કોલેજો યુનીવર્સીટીઓ કરતા સ્વતંત્ર હોવી જોઈએ.જે વોકેશનલ ટ્રેનીગ તરફ ભાર મુકે.તેમણે કહ્યું કે હું ભારતને ક્લીન અને ગ્રીન બનાવવા માંગું છું.અમદાવાદમાં પડેલા ઠેર ઠેર કચરા અને ગંદકીના સામ પીત્રોડાયે ભાર પેટે વખાણ કરતા કહ્યું કે ખાનપુરમાં લોકો જ્યાં ટોઇલેટ કરે છે ત્યાં જ જમે છે.આનો એક માત્ર ઉપાય ટેકનોલોજી છે.આવનાર ૩૦-૪૦ વરસમાં ટેકનોલોજી દરેકને સરખી તક આપશે.અમદાવાદમાં ગુજરાત યુનીવર્સીટીના કન્વેન્શન હોલમાં પીત્રોડાયે ૩ હજાર સ્કુલના બાળકોને ૨૧મી સદીના નવા વિશ્વ અને નવા ભારત વિષે વાત કરતી વખતે આ વાત કરી હતી.હાલ સામ પિત્રોડા પ્રધાનમંત્રી કાર્યાલયમાં સલાહકાર છે.તેમની વાત પરથી લાગ્યું કે દેશને વધુ એક સામ પિત્રોડા અને રાજીવ ગાંધીની જરૂર છે.પિત્રોડા ૧થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં સંબોધન કરી રહ્યા હતા.મને લાગ્યું કે વિદ્યાર્થીઓ સામ પિત્રોડાની વાત સમજે છે.પરંતુ સામ પીત્રોડાયે સંબોધન બાદ વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવાનું કહ્યું તો એક વિદ્યાર્થીએ અંગ્રેજીમાં પ્રશ્ન કર્યો.પરંતુ સામ તેને સમજી ના શક્યા.એટલે સામે વિદ્યાર્થીઓને ગુજરાતીમાં પ્રશ્નો પૂછવાની છૂટ આપી.ત્યારે મને લાગ્યું કે સામ સમજી ગયા છે કે ગુજરાતીઓ અંગ્રેજી સમજી શકે છે પણ સારી રીતે બોલી શકતા નથી?

Sunday 16 June 2013

મોદીએ સર્જેલી ઉથલ પાથલો ભાજપને તારશે કે ડુબાડશે?

રાષ્ટ્રીય રાજનીતિમાં મોદીના મંડાણથી અનેક ઉથલ પાથલો થઇ છે.એનડીએ સાથેના ૧૭ વરસ જુના જોડાણ નો નીતીશે એકજ ઝટકામાં અંત લાવી દીધો.એનું મુખ્ય કારણ નરેન્દ્ર મોદીની ગોધરા કાંડ બાદની છબી અને મુસ્લિમ મતો છે.ખાસ કરીને બિહાર અને દેશમાં ૫૪૩ લોકસભાની બેઠકો માંથી ૨૦૦ બેઠકો એવી છે જેના પર મુસ્લિમ મતો નિર્ણાયક છે.ત્યારે જો મોદીનું નામ આગળ કરવામાં આવે તો મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ થવાની શક્યતા છે.જેને કારણે નીતીશે મુસ્લિમ મતો મેળવવા એનડીએ સાથે છેડો ફાડ્યો.બિહારમાં કોંગ્રેસ ખાસ કઈ કરી સાકી નથી એટલે નીતીશને એક માત્ર ભાજપનો જ ડર હતો.અડવાણી અને વાજપાયીએ ભાજપને ૨ સીટો માંથી ૧૦૨ સીટો અપાવી.ત્યારે જોવાનું એ રહ્યું કે મોદી ભાજપને ૨૭૨ નો જાદુઈ આંકડો મેળવી આપશે કે નહિ?પડકારો અનેક છે મોદી સામે?એક પક્ષમાં મોદી વિરોધી લોબી પણ કામ કરી છે જે મોદીને બહારથી નુકશાન કરી શકે છે.બીજું ભાજપ હજુ સાઉથ અને નોર્થ-ઇસ્ટમાં પોતાનું ખાતું ખોલાવી શકી નથી.અડવાણીએ આપેલા રાજીનામાં માં અડવાણીએ જ ભાજપની પોલ ખોલતા ભાજપ મુશ્કેલીમાં છે.અને હજી ચુંટણી દુર છે ત્યાં સુધીમાં ભાજપ અને કોંગ્રેસને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.કોંગ્રેસ પાસે મજબુત દલિત નેતા નથી તો ભાજપ પાસે મજબુત ધર્મનિરપેક્ષ નેતા નથી.ત્યારે જોવાનું એ રહ્યું કે મોદીએ સર્જેલી ઉથલ પાથલો ભાજપને તારશે કે ડુબાડશે?

Saturday 15 June 2013

રાજકારણમાં જિન્નાહ નશીબદાર સાબિત થયા

દુનિયાના નકશાની અંદર પોતાની લીલી દુનિયાનું સર્જન કરનાર મોહમ્મદઅલી ઝીણા ગુજરાતી હતા,ખોજા હતા,પાકિસ્તાનના રાષ્ટ્રપિતા છે અને ભારતના વિલન છે.૨૫ ડીસેમ્બર ૧૮૭૬મા મોહમ્મદઅલી ઝીણાનો જન્મ ય્હયો હતો.ઝીણાના પિતા ઝીણા પુંજા ચામડાના વેપારી હતા.જિન્નાહ અફલાતૂન અંગ્રેજી બોલતા હતા પણ ઉર્દુ આવડતું ન હતું.તેમને શેરવાની-પાયજામો પહેર્યો નથી.તે હમેશા લેટેસ્ટ ફેશનની શૂટ જ પહેરતા.તેને નમાઝ પડતા આવડતી ન હતી.તે સારામાં સારો ઇંગલીશ દારૂ ઢીંચતા.અને પોર્ક તથા હેમ જેવું સૂવારનું માંસ ખાતા.આ ઉપરાંત ઝીણા એક અવ્વલ દર્જાના બેરિસ્ટર હતા.તેમને મુંબઈમાં આવીને પોતાનું નામ ઝીણામાંથી જિન્નાહ કર્યું.જિન્નાહ ૧૯૦૬મા દાદાભાઈ નાવારોજીના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે કોંગ્રેસમાં જોડાયા.પણ રાજકારણમાં જિન્નાહ બહુ ખુશ કિસ્મત નીકળ્યા.જિન્નાહના આગમન પછી બધા જ અવામી-મુસ્લિમ લીગના નેતાઓ અજમલ ખાન,સર ફઝ્વી હુસેન,સર મોહમ્મદ અન્સારી,મોઉંલાના મોહમ્મદ અલી વિદાય લેતા ગયા અને જિન્નાહને ખૂલ્લું મેદાન મળી ગયું.જેનો જિન્નાહે ભરપુર ઉપયોગ કર્યો.જિન્નાહની વાણી.વર્તન અને વિચારોમાં ક્યારેય એકસૂત્રતા કે તર્ક ન હતું છતાં પણ કેમ સફળ થઇ ગયા.કેમ કે તેની જિંદગીનું એક જ ધ્યેય હતું કે ગમે તેમ કરીને સર્વોચ્ચ સ્થાન મેળવવું.અને મેળવ્યું પણ ખરું ! ૧૯૨૦મા જિન્નાહે હિન્દુસ્તાનની રાજનીતિમાં પ્રવેશ કર્યો અને રોલેટ એક્ટના વિરોધરૂપે જિન્નાહે ઈમ્પીરીયલ લેજીસ્લેટીવ કાઉન્સિલમાંથી રાજીનામું આપ્યું હતું.ગાંધીજીએ હોમરુલ લીગનું નામ બદલીને 'સ્વરાજ સભા' આપ્યું ત્યારે રાષ્ટ્રીય રાજનીતિમાં હિંદુ અસરના પ્રવેશ સામે જિન્નાહે કોંગ્રેસનો ત્યાગ કર્યો અને અલાગતાવાદની શરૂઆત કરી.જિન્નાહ ૧૯૩૧ સુધી રાજકારણમાં હતા પણ તેને ક્યાય સફળતા હાથ લાગી હોય એવું જણાતું નથી.૧૯૩૧ની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પછી જિન્નાહ એટલા બધા નિરાશ થઇ ગયા હતા કે એ ઈંગ્લેન્ડમાં જ સ્થાયી થઇ ચૂક્યા.પરંતુ જિન્નાહના સદનશીબે જુલાઈ ૧૯૩૩મા લિયાકતઅલી(સ્વતંત્ર પાકિસ્તાનના પ્રથમ પ્રધાનમંત્રી)જિન્નાહને મળવા ગયા ને તેમને જિન્નાહને હિન્દુસ્તાન પાછા ફરવા વિનવ્યા.આમ જિન્નાહ ૧૯૩૫મા ૬૦મા વર્ષે હિન્દુસ્તાન પાછા ફર્યા અને એમની જિંદગીનો આખરી સફળતા તરફનો દોર શરુ થયો.ગાંધીજીએ ૬૦મા વર્ષે દાંડીકૂચ શરુ કરી અને જિન્નાહે હિન્દુસ્તાન પાછા ફરીને ૬૦મા વર્ષે પાકિસ્તાનની મશાલ ભડકાવી હતી.જિન્નાહને હમેશા નકારાત્મક ભૂમિકા ભજવવાની આદત પડી ગઈ હતી અને આ નકારાત્મક ભૂમિકા તેણે ૧૯૩૫થી એક્સૂત્રી જિદ્દથી ભજવવાની શરૂઆત કરી.૧૯૩૭ના લખનૌના મુસ્લિમ લીગના અધિવેશનમાં જિન્નાહે કહ્યું હતું કે,"રાજકારણ સત્તા છે અને એ ન્યાય કે ગુડવિલ માટેની ચીસો પર નિર્ભર નથી".માઉન્ટબેટનની જિન્નાહ સાથે પ્રથમ મીટીંગ થઇ ગયા પછી માઉન્ટબેટને કેમ્બેલ જ્હોન્સનને કહ્યું : માય ગોડ ! આ માણસ બરફ જેવો છે.આખો ઇન્ટરવ્યું આ બરફને ઓગાળવામાં ગયો ! પરંતુ જિન્નાહને ઓળખવામાં ભલભલા થાપ ખાઈ ગયા છે.જિન્નાહ ભલે બરફ જેવા ઠંડાગાર હતા પણ તેમની અંદર જ્વાળામુખી ભરેલો હતો અને તે ગમે ત્યારે બરફને ઓગળાવીને બહાર નીકળી શકે તેમ હતો.૧૯૪૦મા જ્યારે લાહોરમાં મુસ્લિમ લીગનું અધિવેશન ભરાયું ત્યારે જિન્નાહ તે અધિવેશનના અધ્યક્ષ સ્થાને પહોચી ગયા હતા.અને એ અધિવેશનમાં મુસ્લિમો માટે અલગ દેશની અને અલગ વતનની માંગણી કરવાની હતી.જિન્નાહ તે વખતે અધ્યક્ષ સ્થાનેથી એક પ્રવચન આપ્યું હતું જેમાં એમ કહ્યું હતું કે,"હિંદુઓ અને મુસલમાનો બંને ભિન્ન જાતિઓ છે,એમના ધર્મગ્રંથો,એમની યશગાથાઓ અને હીરો જુદા છે.ઘણીવાર
એકનો હીરો બીજાનો શત્રુ કે વિલન છે અને આ જ રીતે એકનો વિજય બીજાનો પરાજય છે".જિન્નાહની આ વાતને સમર્થન આપવું પડે.કેમ કે જિન્નાહ પકસ્તાનના હીરો છે તો ભારત માટે વિલન.ગાંધીજી ભારત માટે હીરો છે તો પાકિસ્તાન માટે વિલન.આ પ્રવચનમાં જિન્નાહની અલગ પાકિસ્તાનની નીતિ સ્પષ્ટ દેખાતી હતી.જો કે જિન્નાહને ફક્ત પકસ્તાનમાં જ રસ હતો અને મુસ્લિમ લઘુમતીની તેને કોઈ ચિંતા નહોતી.મહંમદ ચાગલાએ એમના પુસ્તકમાં લખ્યું છે કે,મેં જિન્નાહને પ્રશ્ન પૂછ્યો કે,"તમે મુસ્લિમ બહુમતીવાળા પ્રદેશો માટે પાકિસ્તાન માંગી રહ્યા છો,પણ બીજા પ્રદેશોની મુસ્લિમ લઘુમતીઓનું શું થશે ? ઝીણાએ જવાબ આપ્યો હતો કે,'એ લોકો એમનું ફોડી લેશે.મને એમના ભવિષ્યમાં રસ નથી".જિન્નાહ રાજકારણમાં આટલા મહત્વાકાંક્ષી હશે એનો વિચારસુધ્ધા પણ ન આવે.પરંતુ જિન્નાહ રાજકારણમાં એટલા નશીબદાર નીકળ્યા કે ૧૪મી ઓગસ્ટે તેની પાકિસ્તાનની ખોજ પૂર્ણ થઇ.મહંમદઅલી ઝીણાને પણ કહેવું પડ્યું કે,"મને કલ્પના ન હતી કે આ શક્ય બનશે.મારા જીવનકાળ દરમિયાન પાકિસ્તાન જોવાની મેં અપેક્ષા જ રાખી ન હતી".આમ જિન્નાહ રાજકારણમાં એટલા નશીબદાર હતા કે,જિન્નાહે એક દિવસ માટે પણ જેલમાં ગયા નથી,(ગાંધીજી,સરદાર પટેલ અને નેહરુએ જેલમાં ઘણી યાતનાઓ ભોગવી)જિન્નાહે એક દિવસ માટે પણ ભૂખ હડતાલ કરી નથી,(ગાંધીજીએ ઘણી વખત ભૂખ -હડતાલો કરીને ભૂખું કાઢી)જિન્નાહે એક દિવસ માટે પણ તોફાની સરઘસોની રહનુંમાઈ કરી નથી.આમ આ પ્રકારનો આધિનિક માણસ ઇંગ્લેન્ડથી પાછો આવે અને રૂઢીચૂસ્ત મુસ્લિમ અવામનું નેતૃત્વ કરે એ ઘટના જ ઇતિહાસનો એક વિરલ અકસ્માત છે.
-દીપેન અ. પઢીયાર