Saturday 22 June 2013

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ફરી વિવાદમાં




ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ફરી વિવાદમાં સપડાયા છે. કુલપતિ સામે આક્ષેપ છે કે એમણે શ્રી કમ્પ્યુટર કંપનીને લાભ કરાવ્યો છે. કંપની સાથે સાઠગાંઠ કરી 55 લાખનો બારકોડ પ્રોસેસિંગનો કોન્ટ્રાક્ટ આપતા કુલપતિએ વિવાદ વહોર્યો છે.  
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આદેશ પાલે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ મૂકાયો છે. આદેશ પાલે ખાનગી ઈજારેદાર શ્રી કોમ્પ્યુટરને ટેન્ડરે કે નિયમ વિના જ 50 લાખ બારકોડ સ્ટીકર છાપવાનો કોન્ટ્રાકટ આપ્યો છે. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય હિમાંશુ પટેલે આક્ષેપ કર્યો છે કે આદેશ પાલે શ્રી કોમ્પ્યુટરને લાભ કરાવી આપી પોતે કમિશન મેળવી ભ્રષ્ટાચાર કર્યો છે.

શ્રી કોમ્પ્યુટરને 11 ફેબ્રુઆરી 2011ની સિન્ડિકેટની મંજુરીથી પ્રથમ તબક્કામાં 1 માર્ચ 2011થી 29 ફેબ્રુઆરી 2012 સુધી બારકોડ સ્ટીકર છાપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. 14 ફેબ્રુઆરી 2013ના રોજ આદેશ પાલે રચેલી નિયમ વિરૂધ્ધની ફાયનાન્સ એડવાઈઝરી કમીટીમાં ભલામણો કરાઈ. કે શ્રી કોમપ્યુટરની કામગીરી સંતોષકારક છે. સમયનો અભાવ હોવાનું જણાવી શ્રી કોમપ્યુટરને 1 માર્ચ 2013થી 28 ફેબ્રુઆરી 2014 સુધી બારકોડ પ્રોસેશસગનો કોન્ટ્રાક્ટ આપવાની ભલામણ કમિટી પાસે ભલામણ કરાઈ. અને તે પણ અગાઉના વર્ષના ભાવ અને શરતો પ્રમાણે જ.. 

આ ભલામણના આધારે આદેશ પાલે યુનિવર્સિટીના સ્ટેસ્યુટ 11/4 હેઠળ શ્રી કોમ્પ્યુટરને 55 લાખનો કોન્ટ્રાક્ટ આપી દીધો. આદેશ પાલે ફાયનાન્સ કમિટી કે સિન્ડિકેટની મંજુરી સિવાય અંગત લાભ માટે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ સમગ્ર કૌભાંડ મુદ્દે તપાસ કરવામાં આવે તે માટે રાજ્યપાલ સુધી રજૂઆત કરવામાં આવશે. અને જરૂર પડયે પોલીસ ફરિયાદ કરવાની પણ સિન્ડિકેટ સભ્યે ચીમકી ઉચ્ચારી છે.

No comments:

Post a Comment