Monday 17 June 2013

ગુજરાતીઓ અંગ્રેજી નથી બોલી શકતા-સામ પિત્રોડા

ગુજરાતમાં નરેન્દ્ર મોદીના શાસનમાં શિક્ષણ ક્ષેત્રે  અનેક સિદ્ધિઓ હાંસલ કરી હોવાના ગાણા ગવાય રહ્યા છે.ત્યારે બીજી તરફ સામ પીત્રોડાયે કહ્યું કે નોલેજ કમિશનના રીપોર્ટ મુજબ ગુજરાતની યુનીવર્સીટીઓનું સ્ટાન્ડર્ડ સારું નથી.ગુજરાતમાં હાયર એજ્યુકેશન સિસ્ટમને ઈમ્પ્રુવ કરવાની જરૂર છે.ગુજરાતી છોકરાઓ અંગ્રેજી ના બોલી શકે તે કેમ ચાલે.આ શબ્દો હતા સામ પિત્રોડાના જેને આપની એજ્યુકેશન સિસ્ટમને ખુલ્લી પડી દીધી.વધુમાં તેમણે કહ્યું કે આપને જોબ નથી કરવાની પણ જોબનું સર્જન કરવાનું છે.કોલેજો યુનીવર્સીટીઓ કરતા સ્વતંત્ર હોવી જોઈએ.જે વોકેશનલ ટ્રેનીગ તરફ ભાર મુકે.તેમણે કહ્યું કે હું ભારતને ક્લીન અને ગ્રીન બનાવવા માંગું છું.અમદાવાદમાં પડેલા ઠેર ઠેર કચરા અને ગંદકીના સામ પીત્રોડાયે ભાર પેટે વખાણ કરતા કહ્યું કે ખાનપુરમાં લોકો જ્યાં ટોઇલેટ કરે છે ત્યાં જ જમે છે.આનો એક માત્ર ઉપાય ટેકનોલોજી છે.આવનાર ૩૦-૪૦ વરસમાં ટેકનોલોજી દરેકને સરખી તક આપશે.અમદાવાદમાં ગુજરાત યુનીવર્સીટીના કન્વેન્શન હોલમાં પીત્રોડાયે ૩ હજાર સ્કુલના બાળકોને ૨૧મી સદીના નવા વિશ્વ અને નવા ભારત વિષે વાત કરતી વખતે આ વાત કરી હતી.હાલ સામ પિત્રોડા પ્રધાનમંત્રી કાર્યાલયમાં સલાહકાર છે.તેમની વાત પરથી લાગ્યું કે દેશને વધુ એક સામ પિત્રોડા અને રાજીવ ગાંધીની જરૂર છે.પિત્રોડા ૧થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં સંબોધન કરી રહ્યા હતા.મને લાગ્યું કે વિદ્યાર્થીઓ સામ પિત્રોડાની વાત સમજે છે.પરંતુ સામ પીત્રોડાયે સંબોધન બાદ વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવાનું કહ્યું તો એક વિદ્યાર્થીએ અંગ્રેજીમાં પ્રશ્ન કર્યો.પરંતુ સામ તેને સમજી ના શક્યા.એટલે સામે વિદ્યાર્થીઓને ગુજરાતીમાં પ્રશ્નો પૂછવાની છૂટ આપી.ત્યારે મને લાગ્યું કે સામ સમજી ગયા છે કે ગુજરાતીઓ અંગ્રેજી સમજી શકે છે પણ સારી રીતે બોલી શકતા નથી?

No comments:

Post a Comment