રાષ્ટ્રીય રાજનીતિમાં મોદીના મંડાણથી અનેક ઉથલ પાથલો થઇ છે.એનડીએ સાથેના ૧૭ વરસ જુના જોડાણ નો નીતીશે એકજ ઝટકામાં અંત લાવી દીધો.એનું મુખ્ય કારણ નરેન્દ્ર મોદીની ગોધરા કાંડ બાદની છબી અને મુસ્લિમ મતો છે.ખાસ કરીને બિહાર અને દેશમાં ૫૪૩ લોકસભાની બેઠકો માંથી ૨૦૦ બેઠકો એવી છે જેના પર મુસ્લિમ મતો નિર્ણાયક છે.ત્યારે જો મોદીનું નામ આગળ કરવામાં આવે તો મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ થવાની શક્યતા છે.જેને કારણે નીતીશે મુસ્લિમ મતો મેળવવા એનડીએ સાથે છેડો ફાડ્યો.બિહારમાં કોંગ્રેસ ખાસ કઈ કરી સાકી નથી એટલે નીતીશને એક માત્ર ભાજપનો જ ડર હતો.અડવાણી અને વાજપાયીએ ભાજપને ૨ સીટો માંથી ૧૦૨ સીટો અપાવી.ત્યારે જોવાનું એ રહ્યું કે મોદી ભાજપને ૨૭૨ નો જાદુઈ આંકડો મેળવી આપશે કે નહિ?પડકારો અનેક છે મોદી સામે?એક પક્ષમાં મોદી વિરોધી લોબી પણ કામ કરી છે જે મોદીને બહારથી નુકશાન કરી શકે છે.બીજું ભાજપ હજુ સાઉથ અને નોર્થ-ઇસ્ટમાં પોતાનું ખાતું ખોલાવી શકી નથી.અડવાણીએ આપેલા રાજીનામાં માં અડવાણીએ જ ભાજપની પોલ ખોલતા ભાજપ મુશ્કેલીમાં છે.અને હજી ચુંટણી દુર છે ત્યાં સુધીમાં ભાજપ અને કોંગ્રેસને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.કોંગ્રેસ પાસે મજબુત દલિત નેતા નથી તો ભાજપ પાસે મજબુત ધર્મનિરપેક્ષ નેતા નથી.ત્યારે જોવાનું એ રહ્યું કે મોદીએ સર્જેલી ઉથલ પાથલો ભાજપને તારશે કે ડુબાડશે?
No comments:
Post a Comment